ધોરણ થી ઉચ્ચ પ્રાથમિક શાળામાં એક તરફી જિલ્લા ફેર બદલી કેમ્પમાં હાજર રહેવા બાબતનો કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચે આપવામાં આવેલ લિંક્માં તમારી નામની સામે આપવામાં આવેલ વાદળી રંગની લિંક પર ક્લિક કરવું

આપને આર.પી..ડી.થી પણ કોલ લેટર મોકલાવવામાં આવેલ છે. 


કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

 

જિલ્લાફેર બદલીમાં અત્રેના જિલ્લાના સીનીયોરીટી ક્રમાંક પ્રમાણે તમો જિલ્લામાં સમાવેશ થવા પાત્ર હોવાથી જિલ્લા ફેર બદલી કેમ્પ(ઓફલાઇન) સ્થળ પસંદગી કેમ્પ માટે તા.૨૧/૧૧/૨૦૨૪ ના રોજ -૩૦ કલાકે નીચે મુજબના પ્રમાણપત્રો/આધારો સાથે કુણઘેર કન્યા પ્રાથમિક શાળા તા.પાટણ જિ.પાટણ ખાતે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે.

. સેવાપોથી ઉપરથી ખાતામાં દાખલ તારીખ,જન્મ તારીખ,વતન,લાયકાતઅંગેનો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો દાખલો સાથે લાવવો. તથા શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણિત નકલો સાથે લાવવાની રહેશે.તેમજ નિમણુંકથી લઇને આજદિન સુધીના હુકમોની નકલ સામેલ રાખવાની રહેશે.

. હાલ ફરજ ઉપર ચાલુ હોવા અંગે અને અનઅધિકૃત રીતે ફરજ પરથી ગેરહાજર નથી તે અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો દાખલો લાવવો.

. કેમ્પમાં હાજર રહેવા અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો મંજૂરી પત્ર અચુક લાવવાનો રહેશે.સમગ્ર નોકરી દરમ્યાન જિ.ફે.બદલીનો લાભ લીધેલ નથી તે અંગેનો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો દાખલો સાથે લાવવો.

. છેલ્લા ત્રણ વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૩-૨૪ સુધીના ખાનગી અહેવાલ સાથે લેતા આવવાનું રહેશે.  

. સરકારી લ્હેણું બાકી નથી હાલમાં ફરજ મોકુફી હેઠળ નથી તે અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનું અધતન પ્રમાણપત્ર લાવવુ તથા ખાતાકીય તપાસ સૂચિત કે ચાલુમાં નથી તથા પોલીસ કેસ કે ફોજદારી કાર્યવાહી ચાલુમાં નથી તે અંગેનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

. જિલ્લાફેર બદલી કેમ્પમાં અત્રેના જિલ્લાની જે પ્રા.શાળાઓની યાદી મુકવામાં આવે તે પૈકીની શાળાની પસંદગી તમારા સ્વખર્ચે રૂબરૂ હાજર રહી કરવાની રહેશે.

. સમગ્ર નોકરી દરમિયાન એકવાર જિલ્લાફેર બદલી નો લાભ મળવાપત્ર છે. તો બીજીવાર લાભ મળવાપાત્ર થશે નહી.

. નિમણૂંક હુકમમાં આપેલ સમય મર્યાદામાં જે તે જિલ્લામાં છુટા થઇ સમયસર અત્રેના જિલ્લામાં હાજર થવાનું રહેશે.સમયમર્યાદામાં હાજર નહી થાઓ તો બદલી હુકમ આપોઆપ રદ થશે.

. કેમ્પમાં હાજર નહી રહો તેવા સંજોગોમાં સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના પ્રકરણ- L () મુજબ જિલ્લા ફેર બદલી કેમ્પમાં શાળા પસંદગી કરનાર તથા કેમ્પમાં ગેર હાજર રહેનાર પ્રા.શિક્ષકનો પ્રવરતા(સીનીયોરીટી) ક્રમ કાયમી રદ ગણવામાં આવશે.  અને ખાલી રહેતી જગ્યા ઉપર જિલ્લાફેર બદલી રજીસ્ટર મુજબ સીનીયોરીટી પ્રમાણે તેના પછીના ક્રમમાં આવતા અને કેમ્પમાં ઉપસ્થિત રહેલ પ્રા.શિક્ષકને જિલ્લા ફેર બદલીનો લાભ આપવામાં આવશે.

૧૦. સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ- L (૧૦) મુજબ જિલ્લાની તમામ જગ્યાઓ ભરાઇ ગયા બાદ બાકી રહેલા વધારાના ઉમેદવારોને પ્રતિક્ષાયાદી તરીકે ગણવામાં આવશે.પરંતુ તેઓનો હક્ક આગામી કેમ્પ માટે ચાલુ રાખવામાં આવશે.

૧૧. સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ- F (૧૫) મુજબ જિલ્લાફેર બદલી માટે બિનપગારી રજા (LEAVE WITHOUT PAY) નું પ્રમાણપત્ર સબંધિત શાળાના મુખ્ય શિક્ષક/પગાર કેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષક/તા.પ્રા.શિ.અધિ.શ્રીની સંયુકત સહીવાળુ રજુ કરવાનું રહેશે.

૧૨. દંપતિના કિસ્સામાં શિક્ષણ વિભાગના તા.૧૧.૦૫.૨૦૨૩ ઠરાવ મુજબનું અદ્યતન સ્થિતીએ પરીશિષ્ટ- ની અસલ નકલ  રજુ કરવાની રહેશે.

૧૩. અગ્રતા સીનીયોરીટી યાદી પૈકીના  મજકુર કર્મચારીશ્રીએ શિક્ષણ વિભાગના તા.૧૧.૦૫.૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ-મુજબના તાજેતરના જરૂરી પુરાવા રજુ કરવાના રહેશે.

૧૪. સદર જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ અને ત્યાર પછીના સુધારા ઠરાવ અને વખતો વખતની સૂચના મુજબ કરવામાં આવશે.

૧૫. સબંધિત જિ.પ્રા.શિક્ષણાધિકારીશ્રીની લેખિત મંજૂરીના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પાસેથી છુટા થવાનું રહેશે.

૧૬. સ્થળ પસંદગી કેમ્પમાં ઉપસ્થિત રહેવાનો પત્ર મળેથી તમો હુકમ મેળવવા હકદાર છો તેવુ માની લેવુ નહી. જરૂરી સાધનિક કાગળો તથા ઉપલબ્ધ ખાલી જગ્યાઓ તથા નિયમોનુંસાર આપ હુકમ મેળવવાને હકદાર હશો તો જિલ્લાફેર બદલીથી નિમણૂંક હુકમ આપવામાં આવશે.

૧૭. શિક્ષણ વિભાગના તા.૧૧.૦૫.૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ-G(13) અને (14) મુજબની જોગવાઇઓની અમલવારી કરવાની રહેશે.                      

 

નોધ :- વધુમાં જણાવવાનું કે સદર શિક્ષકોને કોપી RPAD થી મોકલવામાં આવેલ છે પરંતુ તેઓ ઇચ્છે તો અત્રેના પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત પાટણની www.decpatan.blogspot.in વેબસાઇટ પરથી તેમનો કેમ્પમાં હાજર રહેવાનો પત્ર તથા નિયત નમૂનાનું ફોર્મ ઓનલાઇન ડાઉનલોડ કરી મેળવી શકે છે. 

                                             (last update: 14/11/2024, 18:03 Pm)