વિષય- જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત પાટણમાં આવવા માંગતા શિક્ષકોની વર્ષ-૨૦૨૧- ૨૦૨૨ સુધીની અરજીઓનું કામચલાઉ સીનીયોરીટી યાદી પ્રસિધ્ધ કરવા બાબત.

                  જયભારત સહ ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, જિલ્લા ફેર બદલીથી કરવા માંગતા શિક્ષકો પાસે દર વર્ષે ૩૧ મી ડીસેમ્બરની સ્થિતિએ જિલ્લા ફેર બદલી અરજીઓ મંગાવવામાં આવે છે. જે અન્વયે આ સમિતિમાં જિલ્લા ફેર બદલીથી આવવા માંગતાં ધોરણ-૬ થી ૮ ના ( વિષય-ગણિત—વિજ્ઞાન અને ભાષા ) શિક્ષકોની વર્ષ-૨૦૨૧-૨૦૨૨ સુધીની પડતર અરજીઓનું કામચલાઉ સીનીયોરીટી યાદી વિભાગવાર નિયત નમૂનામાં આ સાથે સામેલ રાખી પ્રસિધ્ધ કરવામાં આવે છે. તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા તમામ શાસનાધિકારીશ્રી/ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને વિનંતી કે, આપના તાબાના હેઠળની તમામ શાળાઓને તથા સબંધિત શિક્ષકશ્રીને જાણ કરવાનું રાખશો.
જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત પાટણ દ્વારા પ્રસિધ્ધ થયેલ આ સાથે સામેલ કામચલાઉ સીનીયોરીટી યાદી બાબતે શિક્ષકશ્રીને કોઇ વાંધો હોઇ તો, વાંધા અરજી આધાર પુરાવા સાથે અત્રેની કચેરી ખાતે તા.૧૧.૧૧.૨૦૨૪ અને તા.૧૨.૧૧.૨૦૨૪ સુધીમાં મોકલી આપવાના રહેશે. સદર વાંધા અરજી શ્રી તુષારભાઇ એન.ઓઝા સી.આર.સી. મો.-૭૬૦૦૫૩૬૦૭૧ પાસે જમા કરાવવાના રહેશે.