પાટણ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા બી.આર.સી. કો.ઓર્ડીનેટર દ્વારા તાલુકાના ધોરણ ૮ માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન બાળકોને માર્ગદર્શન મળી રહે તે માટે તાલુકામાં એક અનુભવ કસોટીનું આયોજન કરેલ હતું.
અત્રે નોંધનિય બાબત એ હતી કે જે પ્રમાણે રાજ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજન કરે છે તે જ પેટર્નને ફોલો કરતાં બાળકો માટે ઓનલાઇન આવેદન ફોર્મ ભરવા, તેમની હોલ ટીકિટ ડાઉનલોડ કરવી તથા બાળકોને ઓ.એમ.આર. શીટમાં કોડિંગ કરાવવું. સોફ્ટવેરની મદદથી બાળકોના પ્રાત્પાંકોને ડીકોડિંગ કરાવવું. તથા પરીક્ષા પૂર્ણ થયાના ત્રણ કલાકમાં પરીણામ જાહેર કરવું અને બાળકોને તેમના આઇ.ડી. તથા પાસવર્ડથી રીપોર્ટકાર્ડ ડાઉનલોડ કરવા માટેનું આખું તંત્ર વિકસાવેલ હતું.આજે પાટણ તાલુકાના મેરીટમાં આવેલ ૩૩૭ બાલકો પૈકી પ્રથમ ૬૦ મેરીટમાં આવેલ બાળકો ના સન્માન અને હવે પછી તેમના માટે નિશુલ્ક કોચિંગ સેન્તરનો શુભારંભ કરાવવામાં આવેલ હતો.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડો. નરેન્દ્રસિંહ ચાવડા સાહેબ વિશેષ ઉપસ્થિત રહી બાળકો તથા તેમના વાલીઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
આ ઉપરાંત પાટણની સેવાકિય સંસ્થા એક્ટીવ ગ્રુપ પણ આ કાર્યક્રમમાં જોડાયું હતું. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પરમાભાઇ નાડોદા , બી.આર.સી. મીનાબેન પટેલ, જિલ્લા મંડળીના પ્રમુખ શ્રી પ્રિતેશભાઇ, તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ શ્રી જતીનભાઇ, તાલુકાના તમામ સી.આર.સી.કો.ઓર્ડી. વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ શ્રી એમ.એન. પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયો હતો.


.jpeg)




.jpeg)


.jpeg)


.jpeg)


.jpeg)
