....................................નવી માહિતી .................................
પાટણ જિલ્લા ફેર બદલી કેમ્પ ( બીજો તબક્કો) તારીખ: ૩૧/૦૭/૨૦૨૩ નએ સોમવારના રોજ ૧૨:૦૦ કલાકેથી જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન,પાટણ (પિતાંબર તળાવની બાજુમાં) યોજાશે.
અન્ય જિલ્લામાંથી પાટણ જિલ્લામાં આવવા માંગતા ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી કેમ્પ બિજા તબક્કા માટે કેમ્પમાં ઉપસ્થિત રહેવા માટેનો કોલ લેટર મેળવવા www. decpatan.blogspot.in ક્લિક કરો. અગાઉ જિલ્લા ફેર બદલીનો લાભ લિધેલ નથી તે પ્રમાણપત્રમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની સહીની આવશ્યકતા નથી જે ધ્યાને લેશો.
અન્ય જિલ્લામાંથી પાટણ જિલ્લામાં આવવા માંગતા ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ માટે બીજા તબક્કાનો જિલ્લા ફેર બદલી કેમ્પ -૨૦૨૩ માટે કેમ્પમાં હાજર રહેવાનો કોલલેટર મેળવવા દરેક વિભાગમાં માહિતી મૂકવામાં આવેલ છે. દર્શાવેલ યાદીમાં આપના નામની સામે આપવામાં આવેલ વાદળી રંગની લિંક પર ક્લિક કરવાથી આપનો કોલલેટર ડાઉનલોડ થશે. કોલલેટરમાં જિલ્લા ફેર બદલી કેમ્પનું સ્થળનું લોકેશન ક્યુ.આર.કોડ સ્વરૂપે મૂકવામાં આવેલ છે..
કેમ્પમાં હાજર રહેતી વખતે સાથે લાવવાના તમામ દસ્તાવેજો અને તેની ક્રમિક યાદી કોલલેટરમાં દર્શાવેલ છે તે મુજબ ક્રમમાં આપના તમામ જરૂરી સાધનિક દસ્તાવેજો અને પૂરાવા સાથે હાજર રહેશો.
(last update: 28/07/2023, 11:00)
