વિષય- ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક શાળામાં એક તરફી જિલ્લા ફેર બદલી કેમ્પમાં હાજર રહેવા બાબત.

 

ઉપર્યુક્ત વિષય અન્વયે જણાવવાનું કેજિલ્લાફેર બદલીમાં અત્રેના જિલ્લાના સીનીયોરીટી ક્રમાંક પ્રમાણે તમો આ જિલ્લામાં સમાવેશ થવા પાત્ર હોવાથી જિલ્લા ફેર બદલી કેમ્પ(ઓફલાઇન) સ્થળ પસંદગી કેમ્પ માટે તા.08-05-2026 ના રોજ 13:00 કલાકે નીચે મુજબના પ્રમાણપત્રો/આધારો સાથે વનરાજ કુમાર પ્રાથમિક શાળા તા.પાટણ જિ.પાટણ ખાતે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે.

૧. સેવાપોથી ઉપરથી ખાતામાં દાખલ તારીખ,જન્મ તારીખ,વતન,લાયકાતઅંગેનો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો દાખલો સાથે લાવવો. તથા શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણિત નકલો સાથે લાવવાની રહેશે.તેમજ નિમણુંકથી લઇને આજદિન સુધીના હુકમોની નકલ સામેલ રાખવાની રહેશે.

૨. હાલ ફરજ ઉપર ચાલુ હોવા અંગે અને અનઅધિકૃત રીતે ફરજ પરથી ગેરહાજર નથી તે અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો દાખલો લાવવો.

૩. કેમ્પમાં હાજર રહેવા અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો મંજૂરી પત્ર અચુક લાવવાનો રહેશે.સમગ્ર નોકરી દરમ્યાન જિ.ફે.બદલીનો લાભ લીધેલ નથી તે અંગેનો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો દાખલો સાથે લાવવો.

૪. છેલ્લા ત્રણ વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૩-૨૪ થી ૨૦૨૫-૨૬ સુધીના ખાનગી અહેવાલ સાથે લેતા આવવાનું રહેશે.  

૫. સરકારી લ્હેણું બાકી નથી હાલમાં ફરજ મોકુફી હેઠળ નથી તે અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનું અધતન પ્રમાણપત્ર લાવવુ તથા ખાતાકીય તપાસ સૂચિત કે ચાલુમાં નથી તથા પોલીસ કેસ કે ફોજદારી કાર્યવાહી ચાલુમાં નથી તે અંગેનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

૬. જિલ્લાફેર બદલી કેમ્પમાં અત્રેના જિલ્લાની જે પ્રા.શાળાઓની યાદી મુકવામાં આવે તે પૈકીની શાળાની પસંદગી તમારા સ્વખર્ચે રૂબરૂ હાજર રહી કરવાની રહેશે.

૭. સમગ્ર નોકરી દરમિયાન એકવાર જિલ્લાફેર બદલી નો લાભ મળવાપત્ર છે. તો બીજીવાર લાભ મળવાપાત્ર થશે નહી.

૮. નિમણૂંક હુકમમાં આપેલ સમય મર્યાદામાં જે તે જિલ્લામાં છુટા થઇ સમયસર અત્રેના જિલ્લામાં હાજર થવાનું રહેશે.સમયમર્યાદામાં હાજર નહી થાઓ તો બદલી હુકમ આપોઆપ રદ થશે.

૯. કેમ્પમાં હાજર નહી રહો તેવા સંજોગોમાં સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના પ્રકરણ- (૮) મુજબ જિલ્લા ફેર બદલી કેમ્પમાં શાળા પસંદગી ન કરનાર તથા કેમ્પમાં ગેર હાજર રહેનાર પ્રા.શિક્ષકનો પ્રવરતા(સીનીયોરીટી) ક્રમ કાયમી રદ ગણવામાં આવશે.  અને ખાલી રહેતી જગ્યા ઉપર જિલ્લાફેર બદલી રજીસ્ટર મુજબ સીનીયોરીટી પ્રમાણે તેના પછીના ક્રમમાં આવતા અને કેમ્પમાં ઉપસ્થિત રહેલ પ્રા.શિક્ષકને જ જિલ્લા ફેર બદલીનો લાભ આપવામાં આવશે.

૧૦. સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ- (૧૦) મુજબ જિલ્લાની તમામ જગ્યાઓ ભરાઇ ગયા બાદ બાકી રહેલા વધારાના ઉમેદવારોને પ્રતિક્ષાયાદી તરીકે ગણવામાં આવશે.પરંતુ તેઓનો હક્ક આગામી કેમ્પ માટે ચાલુ રાખવામાં આવશે.

૧૧. સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ- (૧૫) મુજબ જિલ્લાફેર બદલી માટે બિનપગારી રજા (LEAVE WITHOUT PAY) નું પ્રમાણપત્ર સબંધિત શાળાના મુખ્ય શિક્ષક/પગાર કેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષક/તા.પ્રા.શિ.અધિ.શ્રીની સંયુકત સહીવાળુ રજુ કરવાનું રહેશે.

૧૨. દંપતિના કિસ્સામાં શિક્ષણ વિભાગના તા.૧૧.૦૫.૨૦૨૩ ઠરાવ મુજબનું અદ્યતન સ્થિતીએ પરીશિષ્ટ-૧ ની અસલ નકલ  રજુ કરવાની રહેશે.

૧૩. અગ્રતા સીનીયોરીટી યાદી પૈકીના  મજકુર કર્મચારીશ્રીએ શિક્ષણ વિભાગના તા.૧૧.૦૫.૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ-E મુજબના તાજેતરના જરૂરી પુરાવા રજુ કરવાના રહેશે.

૧૪. સદર જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ અને ત્યાર પછીના સુધારા ઠરાવ અને વખતો વખતની સૂચના મુજબ કરવામાં આવશે.

૧૫. સબંધિત જિ.પ્રા.શિક્ષણાધિકારીશ્રીની લેખિત મંજૂરીના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પાસેથી છુટા થવાનું રહેશે.

૧૬. સ્થળ પસંદગી કેમ્પમાં ઉપસ્થિત રહેવાનો પત્ર મળેથી તમો હુકમ મેળવવા હકદાર છો જ તેવુ માની લેવુ નહી. જરૂરી સાધનિક કાગળો તથા ઉપલબ્ધ ખાલી જગ્યાઓ તથા નિયમોનુંસાર આપ હુકમ મેળવવાને હકદાર હશો તો જ જિલ્લાફેર બદલીથી નિમણૂંક હુકમ આપવામાં આવશે.

૧૭. શિક્ષણ વિભાગના તા.૧૧.૦૫.૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ-G(13) અને (14) મુજબની જોગવાઇઓની અમલવારી કરવાની રહેશે.                      

 

નોધ :- વધુમાં જણાવવાનું કે સદર શિક્ષકોને આ કોપી RPAD થી મોકલવામાં આવેલ છે પરંતુ તેઓ ઇચ્છે તો અત્રેના પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત પાટણની www.decpatan.blogspot.in વેબસાઇટ પરથી તેમનો કેમ્પમાં હાજર રહેવાનો પત્ર તથા નિયત નમૂનાનું ફોર્મ ઓનલાઇન ડાઉનલોડ કરી મેળવી શકે છે.

જિલ્લા શિક્ષણ સમિતિજિલ્લા પંચાયત પાટણ

જિલ્લાફેર બદલી(ઓફલાઇન) કેમ્પ -૨૦૨૬  માટેનું પ્રમાણપત્ર

        આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કેઅત્રેની જિલ્લા શિક્ષણ સમિતિ, હસ્તકની........................................ પ્રા.શાળા તા......................... જિ...............................માં ફરજ બજાવતા શ્રી......................................................... ની માંગણી તથા તાલુકા રેકર્ડ આધારે નીચેની વિગતે પ્રમાણપત્ર આપવામાં આવે છે.

૧. શિક્ષકનું પુરૂ નામ :-

૨. હોદ્દો :-                                               ૩. શાળાનું નામ :-                                     

૪ તાલુકો :-                                             ૫. જિલ્લો :-

સેવાપોથી મુજબ લખાયા પ્રમાણે. :-

૧ જન્મ તારીખ :-                                       ૧(અ). ખાતામા: દાખલ તારીખ :-

 

૨. હાલની શાળામાં દાખલ તારીખ :-                                      ૨(અ). કેટેગરી :-

 

૩. વતનનુ નામ/ગામ :-                               તા.:-                                 જિલ્લો:-

 

૪. શૈક્ષણિક લાયકાત :-

૪(અ). પ્રાથમિક શિક્ષકનો વિભાગ અને વિષય :-

૫.મજકુર શિક્ષક હાલમાં ફરજમોકુફી હેઠળ નથી તેમજ તેઓની સામે કોઇ ખાતાકીય તપાસ ચાલુ કે સુચિત નથી.

૬. મજકુર શિક્ષક સામે પંચાયત કે સરકારી લ્હેણું વસુલ કરવાનું બાકી નથી.

૭. મજકુર શિક્ષકશ્રીએ અત્રેના જિલ્લામાં નોકરીના પાંચ વર્ષ પૂર્ણ કરેલ છે.

૮. મજકુર શિક્ષકશ્રીએ આ અગાઉ જિલ્લાફેર બદલીનો કોઇ લાભ લીધેલ નથી.

૯. મજકુર શિક્ષકશ્રીએ વિદ્યાસહાયક ભરતીમાં અગ્રતાક્રમનો કોઇ લાભ લીધેલ છે/નથી (લીધેલ હોય તો વિગત).............................

૧૦. મજકુર શિક્ષક હાલ ધો.૬થી૮ માં ઉચ્ચ પ્રા.શાળા વિભાગમાં ફરજ ઉપર ચાલુ છે તથા તેઓએ ઉચ્ચ પ્રા.શાળાનો વિકલ્પ રદ કરાવેલ નથી અને અનઅધિકૃત રીતે ફરજ ઉપરથી ગેરહાજર નથી મજકુર શિક્ષકને પાટણ જિલ્લામાં તા.૨૮/૦૨/૨૦૨૫ ના કેમ્પમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવે છે.

૧૧. મજકુરના છેલ્લા ત્રણ વર્ષના ખાનગી અહેવાલના રીમાકર્સ નીચે મુજબ છે.

ક્રમ

વર્ષ

રીમાકર્સ

૨૦૨૩-૨૦૨૪

 

૨૦૨૪-૨૦૨૫

 

૨૦૨૫-૨૦૨૬

 

 

              

 

 મુખ્ય શિક્ષક                                                     તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી

 

 

 

પ્રમાણપત્ર

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કેશ્રી................................................................ હોદ્દોઃ-................................ .......................................... પ્રાથમિક શાળાતાઃ-................................ જિઃ-................................... ની જન્મ તાઃ-......................... છે. ખાતામાં દાખલ તાઃ-......................... છે. તેઓ અત્રેની શાળામાં ધોરણ- ૬ થી ૮ માં વિકલ્પ/ સીધીભરતીથી ............................... વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓની વિકલ્પ તાઃ-........................ છે. જે રેકર્ડ પરથી ખરાઇ કરી આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

 

 

સ્થળ-

તારીખઃ-

મુખ્ય શિક્ષક

.............................. પ્રા.શાળા

તા..........................

 

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી

 

પ્રમાણપત્ર

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે, ……………………. જિલ્લાના ..................... તાલુકાની .......................................... પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી....................................................... અત્રેની શાળામાં અનઅધિકૃત રીતે ગેર હાજર નથી. તે મતલબનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.

 

સ્થળ-

તારીખઃ-

મુખ્ય શિક્ષક

.............................. પ્રા.શાળા

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી

 

પ્રમાણપત્ર

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કેશ્રી................................................................ હોદ્દોઃ-................................ .......................................... પ્રાથમિક શાળાતાઃ-................................ જિઃ-................................... સામે આજની તારીખ સુધીમાં ખાતાકીય તપાસ ચાલુ કે પડતર નથી તથા પોલીસ કેસ કે ફોજદારી અદાલતી કાર્યવાહી ચાલુ કે પડતર નથી તથા સરકારી લ્હેણું બાકીમાં નથી. જે રેકર્ડ પરથી ખરાઇ કરી આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

સ્થળ-

તારીખઃ-

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી

................................

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

 

બિન પગારી રજાઓનું પ્રમાણપત્ર

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કેશ્રી................................................................ હોદ્દોઃ-................................ .......................................... પ્રાથમિક શાળાતાઃ-................................ જિઃ-................................... એ નીચે જણાવેલ વિગતે કુલ-................ બિનપગારી રજાઓ ભોગવેલ છે. જે રેકર્ડ પરથી ખરાઇ કરી આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

ક્રમ

રજાઓનો સમયગાળો (તારીખથી તારીખ)

ભોગવેલ રજા

રીમાર્કસ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સ્થળ-

તારીખઃ-

મુખ્ય શિક્ષક

.................. પ્રા.શાળા

તા.............. જિ............

મુખ્ય શિક્ષક

................. પગાર કેન્દ્ર શાળા

તા.............. જિ............

 

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી

 

 

 

અગાઉ જિલ્લા ફેર બદલીનો લાભ લીધેલ નથી તે અંગેનું પ્રમાણપત્ર

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કેશ્રી................................................................ હોદ્દોઃ-................................ .......................................... પ્રાથમિક શાળાતાઃ-................................ જિઃ-................................... એ અગાઉ જિલ્લા ફેર બદલીનો કોઇ લાભ લીધેલ નથી. તેમજ વિધવા/વિધુરદિવ્યાંગવાલ્મિકીપ્રાથમિક દંપતી કે સરકારી દંપતીની અગ્રતામાં અગાઉ જિલ્લા ફેર બદલીનો કોઇ લાભ લીધેલ નથી.તેમજ ભરતી દરમિયાન સ્થળ/ જિલ્લા પસંદગીમાં અગ્રતાનો લાભ લીધેલ નથી.  જે રેકર્ડ પરથી ખરાઇ કરી આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

 

સ્થળ-

તારીખઃ-

મુખ્ય શિક્ષક

.................. પ્રા.શાળા

તા.............. જિ............

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી

..........................................

 

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

............................................

 

એક તરફી જિલ્લા ફેર બદલી માટે ક્રમાનુસાર સાધનિક કાગળો ગોઠવવાની યાદી

(૧) કોલ લેટરની નકલ

(ર) કોલલેટર સાથેના તમામ પ્રમાણપત્રો

(૩) અગ્રતાના કિસ્સામાં તાજેતરના આધારો.

(૪) નિમણુંકથી આજ દિન સુધીના બદલી હુકમોની નકલ

(પ) લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ

(૬) સ્વઘોષણા ફોર્મ


 અગત્યની સુચના:- આપનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો